તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુવામાંથી બહાર નિકળતી વેળા ગાળીયો છટકી જતા નીચે પટકાવાથી યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામની સીમમાં કાત્રોડી ગામનો યુવાન કુવામાં દાર કરી બહાર આવી રહ્યો હતો ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા તેનું મોત થયુ હતું.

કુવામાં ખાબકવાથી યુવકના મોતની આ ઘટના ગઇકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામની સીમમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જેસર તાલુકાના કાત્રોડી ગામના રમેશ બાલાભાઇ પરમાર (ઉ.વ. 30) નામના યુવાને મેવાસાની સીમમાં કુવામાં દાર કરવાનું કામ રાખ્યુ હતું. ગઇકાલે સાંજે તે દારનું કામ પુરૂ કરી કમરમાં ગાળીયો નાખી કુવામાંથી બહાર આવી રહ્યો હતો તે સમયે અચાનક ગાળીયો નિકળી જતા તે કુવામાં ખાબક્યો હતો અને ગંભીર ઇજાના પરિણામે તેનુ મોત થયુ હતું. બનાવ અંગે મૃતક યુવકના પિતા બાલાભાઇ કાનજીભાઇ પરમારે વંડા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો