તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ રિપેરીંગ કરવા મુદ્દે ST ના કર્મચારીઓ વચ્ચે થઇ મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા એસટી વર્કશોપમા એસટી બસ રિપેરીંગ કરવા મુદ્દે કર્મચારીઓ વચ્ચે મારામારી સર્જાઇ હતી. છરી, પાઇપ જેવા હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

એસટી કર્મચારીઓ વચ્ચે મારામારીની આ ઘટના અમરેલીમા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ચંપુભાઇ હાથીભાઇ વાળા નામના કર્મીને શિવરાજ વાળા, જયદીપ બસીયાએ કહેલ કે અમારી એસટી બસ રિપેરીંગ કરાવી આપો તેમ કહેતા ચંપુભાઇએ કહ્યું કે હું સાહેબને વાત કરી બસ રિપેરીંગ કરાવી આપીશ તેમ કહેતા કુલદીપભાઇ સહિત ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જયારે આ જ મુદ્દે જયદીપભાઇ નાજભાઇ બસીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ચંપુભાઇ હાથીભાઇ, ગંભીરભાઇ હાથીભાઇ, ઉદયભાઇ અને શિવરાજભાઇએ ગાળો આપી છરી તેમજ લોખંડનો પાઇપ કાઠી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...