તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 57 અધિકારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં લોકસભા ચૂંટણીના પગલે 57 અધિકારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સતા આપવામાં આવી છે. આ તમામને આગામી સમયમાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કામગીરી અંગે માર્ગદર્શ પણ આપવામાં આવશે. આ સતા 23 એપ્રીલ અને 23 મેના રોજ રહેશે.

અમરેલીમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1993ની કલમ 21 હેઠળ ખાસ કાર્યો માટે યોગ્ય લાગે તેટલી મુદ્દત માટે 57 અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટની સતા અપાઇ છે. ભારતીય ચૂંટણી પંચ તરફથી ચૂંટણી જાહેર થયા તારીખથી મેજીસ્ટ્રેટ પાવર્સ ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીઓ, એડીશનલ સેક્ટર ઓફીસરો અને નિમાયેલા અધિકારીઓને મેજીસ્ટ્રેટ પાવર અપાયો છે.

આ તમામ કર્મચારીઓને આગામી સમયમાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે . તમામ અધિકારીઓ દ્વારા ચૂંટણી દરમિયાન ચૂંટણીની કામગીરીમાં પોતાનો પાવર વાપરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...