તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી પંથકમાં ગઇકાલથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી પંથકમાં ગઇકાલથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આજે પણ આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યા બાદ સાંજે રાજુલા-જાફરાબાદ પંથકના દરીયાઇપટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. અમરેલી જીલ્લામાં ઓણ સાલ વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે. પછી તે ચોમાસાનો હોય કે કમોસમી હોય. ચોમાસામાં તો ધારણા કરતા પણ વધુ એવરેજથી દોઢ ગણો વરસાદ વરસી ગયો હતો. દિવાળી બાદ પણ વરસાદની સિઝન શરૂ રહી હતી. એટલુ જ નહી ચોમાસુ પૂર્ણ થયા બાદ હવે સતત ત્રીજી વખત માવઠુ થયુ છે. હજુ કપાસ અને તુવેરનો પાક ઉભો છે. શીયાળુ પાકનું વાવેતર ચાલુ થઇ ગયુ છે. તેવા સમયે જ ફરી એકવાર અમરેલી પંથકમાં માવઠાનો માહોલ સર્જાયો છે.

ગઇકાલથી જ આમ તો વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે સવારના સમયે જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યુ હતું અને દિવસ ઉગ્યા બાદ વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું. અમરેલીમાં આખો દિવસ વાદળા છવાયેલા રહ્યા હતાં. સાંજના સમયે રાજુલા-જાફરાબાદ દરીયાઇ પટ્ટીના બારપટોળી, કાતર, કોવાયા, કાગવદર, સરોવડા, લોઠપુર વિગેરે ગામમાં કમોસમી વરસાદ થયો હતો. આ પ્રકારના વાતાવરણથી પાકને પણ સતત નુકશાન થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...