તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીમાં રસ્તે ચાલવાના મુદ્દે ખેડૂત પર કોદાળી વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી તાલુકાના ત્રંબકપુર ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ બળદગાડુ લઇ ગયા બાદ રસ્તે ચાલવા મુદ્દે અહીના એક શખ્સે તેને ગાળો આપી કોદાળી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધવી છે.

ખેડૂત પર કોદાળી વડે હુમલાની આ ઘટના ધારી તાબાના ત્રંબકપુર ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રવજીભાઇ નાનજીભાઇ મોરી નામના ખેડૂત પોતાની વાડીએ બળદગાડુ લઇને ગયા હતા. બાદમા અહી રસ્તે ચાલવા મુદે પરશોતમ વાઘજી મોરી નામના શખ્સે બોલાચાલી કરી તેને ગાળો આપી હતી.

બાદમા આ શખ્સે ઉશ્કેરાઇ જઇ કોદાળી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...