તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli News Swami Vivekananda39s Wife Who Has Committed Rape On A Woman Has Surrendered To Police After One And A Half Months 055120

પરિણીતા પર દુષ્કર્મ આચરનાર વડીયાના સ્વામી દોઢ માસ પછી પોલીસના શરણે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામીએ જૂનાગઢની પરીણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ નોંધાતા સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે બન્નેની શોધખોળ આદરી હતી પરંતુ હાથ આવ્યા ન હતા ત્યારે સોમવારના રોજ સ્વામી અને ડ્રાઇવર આગોતરા જામીન મેળવી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે.

મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી પરીણીતાને તમેના પતિ સાથે અણબનાવ બન્યો હતો. બાદમાં આ પરિણીતા વડીયાનાં સ્વામી નારાયણ મંદિરનાં સ્વામીનાં સ્પર્ક આવી હતી. દરમિયાન સ્વમીએ પરિણીતાને તેમના પતિ સાથે સમાધાન કરાવાની લાલચ આપી હતી. બાદમાં સ્વામી નારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી જૂનાગઢમાં કારમાં બોલાવી છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સ્વામીની આ કામલીલામાં ડ્રાઇવર પણ સાથે હોવાની પરીણીતાએ પોલીસ ફરિયાદ નોંધાતા સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા.

આ ફરિયાદના દોઢ માસ બાદ સ્વામી અને ડ્રાઇવર આગોતરા જામીન મેળવી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...