તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લામા 9 સેન્ટર પર છેલ્લા બે મહિનાથી ટેકાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા 9 સેન્ટર પર છેલ્લા બે મહિનાથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં કુલ 17507 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજ સુધીમાં 10650 ખેડૂતોની મગફળી સરકાર દ્વારા ખરીદી લેવામાં આવી છે. જેમાંથી 5936 ખેડૂતોને 60 કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. ત્યારે કલેકટરે બાકી રહેલા 6857 ખેડૂતોની મગફળી 22 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી કરવા અધિકારીઓને સુચના અપી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં લાઠી,રાજુલા,ટીંબી સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોની મગફળી ખરીદાઈ ચુકી છે.જેના પગલે આ 4 સેન્ટર પર સાવરકુંડલા,બગસરા,ધારી,ખાંભા અને બાબરા સેન્ટરના વધારાના ખેડૂતોને માટે મગફળી ખરીદી કરવાનો જિલ્લા કલેકટરે નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે 60 ટકા લોકોની ખરીદી કરી લેવામાં આવી છે. આ તમામ સેન્ટર પર એવા ખેડૂતો પણ છે કે જેમને પહેલા મેસેજ આવ્યો હતો ત્યારે મગફળી લઈને આવ્યા ન હતા. અને આજે મગફળી વેચવા માટે આવ્યા તેની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...