અચાનક ધોરીયામાં વીજપ્રવાહ આવી જતાં ખેડૂતનંુ મોત નિપજ્યું

Amreli News - suddenly the farmer died due to a sudden surge in electricity 020128

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:01 AM IST
લીલીયા તાલુકાના ઇંગોરાળા ડાંડ ગામના એક ખેડૂત વાડીમા પાણી વાળી રહ્યાં હતા એ વખતે પાણીનો ધોરીયામા કોઇ રીતે વિજ પ્રવાહ આવી જતા વિજશોક લાગવાથી તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

વિજશોકથી ખેડૂતના મોતની આ ઘટના લીલીયા તાલુકાના ઇંગોરાળા ડાંડ ગામની સીમમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના સુખાભાઇ દુર્લભજીભાઇ પોલરા નામના વૃધ્ધ ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની વાડીએ પાકમા પાણી વાળી રહ્યાં હતા. તે સમયે અચાનક પાણીના ધોરીયામા વિજપ્રવાહ આવી ગયો હતો. જેના કારણે વિજશોક લાગતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. થાંભલામાથી અહી ધોરીયામા વિજશોક આવ્યાનુ મનાય છે. બનાવ અંગે તેમના કુટુંબી કનુભાઇ મધુભાઇ પોલરાએ લીલીયા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે. એએસઆઇ એચ.બી.બેલીમ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય એક ઘટનામા અમરેલીમા ફતેપુર રોડ પર રહેતી સોનલબેન હરેશભાઇ ડાભી (ઉ.વ.30) નામની મહિલાએ તરસ લાગતા ભુલમા એસીડવાળા ગ્લાસમાથી બે ઘુંટડા પી લેતા તેને સારવાર માટે સિવીલમા ખસેડવામા આવેલ છે.

X
Amreli News - suddenly the farmer died due to a sudden surge in electricity 020128
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી