તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરા ગામે વાડીમાંથી સબમર્સીબલ પંપની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા પંથકમા સીમ ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે અહી આવેલ એક વાડીમા તસ્કરો ત્રાટકયા હતા. અહીથી તસ્કરો સબમર્શીલબ પંપ, મોટર સહિત 20 હજારના મુદામાલની ચોરી કરીને લઇ જતા આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

ચોરીની આ ઘટના બગસરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા કિશોરભાઇ બચુભાઇ ઘાડીયાની ગોકળપરા પટેલવાડી પાસે આવેલ વાડીમા તસ્કરો ત્રાટકયા હતા. અહીથી તસ્કરો રૂમમાથી સબમર્શીલબ પંપ, મોટર સહિત કુલ રૂપિયા 20 હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા. આ બારામા તેમણે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.કે.ડામોર તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...