એસ.ટી.ના કર્મચારીઓ બે દિ' બાદ હડતાળ પર ઉતરશે

Amreli News - st employees will be on strike after two and a half 020114

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:01 AM IST
ગુજરાત એસટીના ત્રણેય સંગઠનો દ્વારા આજે કર્મચારીઓના સાતમા પગાર પંચ આપવા વાહન વ્યવહાર મંત્રી અને અગ્રસચિવ સાથે સંકલન સમિતીની બેઠક મળી હતી. પણ બેઠકમાં માંગણી સંતોષવાની ખાતરી નહી મળતા યુનિયન સંગઠનોએ બે દિવસ બાદ હટતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે અમરેલી એસટી વિભાગના સાત ડેપોના 1700 કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે. અમરેલી એસટી કર્મચારી મંડળના વિક્રમસિંહે જણાવ્યું હતું કે આજે ગુજરાતના એસટી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ તાત્કાલિક અસરથી અમલમા મુકવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી તેમજ અગ્રસચિવ સાથે ત્રણેય યુનિયન સંગઠનો સાથે સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં વાહન વ્યવહાર મંત્રી દ્વારા માત્ર માંગણી અંગે હૈયા ધારણા જ આપી હતી અને કોઈ નિર્ણય લીધો ન હતો.

X
Amreli News - st employees will be on strike after two and a half 020114
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી