તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દામનગરમાં એસટી ડેપોની કથળેલી સ્થિતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના કથળતી જતી એસટી સેવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષો જૂનો રૂટ ધારી ભાવનગર બસ એકાએક બંધ કરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. તાજેતરમાં ગારીયાધાર ડેપોની દ્વારકા ગારીયાધાર એસ ટી સેવા બંધ કરી દેવાય છે. વહેલી સવારે ગારીયાધારથી ઉપડતી બસ દ્વારકાથી પરત મોડી રાત્રે આવતી જે બસ એકાએક બંધ કરી દેવાય છે.

એસટી સેવાને આવકના સ્ત્રોત તરીકે જોવાની નીતિ સામે નારાજગી જોવા મળી રહી છે. એક બાજુ એસટી નવા નવા સુધારા પ્રવાસીઓને આકર્ષવાની વાતો કરે છે. અને પ્રવાસીઓ સાથે અતિથિ દેવો ભવના સ્લોગન સાથે ચાલતી સેવાને લોભનો લૂણો લાગી રહ્યો છે. જે તે ડેપોમાં ફોન કરીને એસટી સેવા અંગે પૂછાય તો જવાબ આપે છે કે ટ્રાફિક નથી મળતો એટલે બસ બંધ કરી દેવાય છે.બીજી બાજુ દામનગર શહેરને કરોડોના ખર્ચે ડેપો બનાવી દેતી પરિવહન કચેરીની બેધારી નીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. દામનગર શહેરી અને ચાલીસથી વધુ ગ્રામ્યની જનતા માટે એસટી તંત્ર વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં એસ ટી રોકો આંદોલન કરવા ફરજ પડશે તેવો ગણગણાટ સંભળાય છે.

એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં રૂટો બંધ કરી દેતાં મુસાફરોમાં રોષ. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...