તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરા ગામની ઘટનાને વખોડતંુ સામાજીક એકતા જાગૃતિ મિશન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે એક યુવતીનુ અપહરણ અને દુષ્કર્મ ગુજારાયાની ઘટના બાદ આ યુવતીની લાશ વડના ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમા મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જિલ્લા સામાજીક એકતા જાગૃતિ મિશનના સંજયભાઇ કાતરીયા, ભરતભાઇ, ધીરૂભાઇ ખીટોલીયા, રમેશભાઇ સોંધરવા, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિશાલભાઇ, રાહુલભાઇ, ધર્મેશભાઇ, જગદીશભાઇ ઉપરાંત આંબેડકર ગૃપ અને દલિત સમાજના યુવાનો દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હતી સાયરા ગામની યુવતીનુ અપહરણ અને દુષ્કર્મ બાદ તેની લાશ વડના ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમા મળી આવી હતી. ત્યારે આ ઘટનામા આરોપીઓની તાકિદે ધરપકડ થાય અને સખત પગલા લેવામા આવે, જવાબદાર પોલીસ ઇન્સ્પેકટર સામે અનુસુચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 4 હેઠળ પગલા લેવામા આવે. બનાવની તપાસ સીટ દ્વારા કરાવવી અને તેમામ અમે જે ત્રણ અધિકારીઓના નામ સુચવીએ તે પૈકી એક અધિકારી તપાસમા સામેલ થાય, મૃત્યુ પામનાર યુવતીના વારસદારોને પોલીસ રક્ષણ પુરૂ પાડવુ વિગેરે માંગણીઓ સ્વીકારવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો