તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં તસ્કરોએ ચાર દુકાનોને નિશાન બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શહેરની મધ્યમા હરિરોડ પર ગતરાત્રીના તસ્કરોએ એકસાથે ચાર દુકાનોને નિશાન બનાવી હતી. અહી તસ્કરો જુદીજુદી ચાર દુકાનોમા તાળા તોડી મોટી મતા તેમજ ચિજવસ્તુઓની ચોરી કરીને લઇ જતા વેપારીઓમા ફફડાટ ફેલાયો હતો. જો કે હજુ સુધી આ બારામા કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇવામાં આવી ન હતી.

ફરી શહેરમા તસ્કરો સક્રિય બન્યાં હોય તેમ ગતરાત્રીના અહીના હરિરોડ પર આવેલ ચાર દુકાનોના તસ્કરોએ તાળા તોડયા હતા. અહીની રેડીમેઇડ કપડાની દુકાન, ઇલેકટ્રોનીકની દુકાન તેમજ તમાકુની હોલસેલ દુકાન મળી ચાર દુકાનોમા તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અહીથી તસ્કરો રોકડ તેમજ અન્ય ચિજવસ્તુઓ લઇ ગયા હતા. સવારે જયારે વેપારીઓ દુકાને આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. જેને પગલે હરિરોડ પરના વેપારીઓમા ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતુ હજુ સુધી કોઇ વેપારીએ આ બારામા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તસ્કરોએ આ વિસ્તારમા દુકાનો તોડી હતી. ફરી એક વખત તસ્કરો શહેરમા સક્રિય બન્યાં હોય તેમ જોવા મળી રહ્યું છે.

અમરેલીમા થોડા દિવસ પહેલા તસ્કરોએ કેરીયારોડ સહિત વિસ્તારોમા દુકાનોને નિશાન બનાવી હતી. જો કે આ ચોર ટોળકીને પોલીસે ઝડપી લઇ મુદામાલ કબજે કરી લીધો હતો. હાલ તો હરિરોડ પર તસ્કરોએ એકસાથે ચાર દુકાનોને નિશાન બનાવી હોય વેપારીઓમા ફફડાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...