તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોરડીમાં છ શખ્સોએ અગાઉનાં મનદુ:ખમાં યુવકને ધમકી આપી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે રહેતા એક યુવક પોતાની બોલેરો ગાડી લઇને જતો હતો તે દરમિયાન ધોકા સાથે ધસી આવેલા છ શખ્સોએ અગાઉનુ મનદુખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

યુવકને ગાળો આપી ધમકીની આ ઘટના સાવરકુંડલાના થોરડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રસુલભાઇ ગુલાબભાઇ પરમાર (ઉ.વ.40) નામના યુવકને અગાઉનુ મનદુખ રાખી અબ્દુલભાઇ, અશરફ રહીમભાઇ, જમાલભાઇ બચુભાઇ, જહાંગીરભાઇ, રફીકભાઇ, ભુરાભાઇ સહિતે ધોકા સાથે ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જયારે રફીકભાઇ બાદલભાઇ મહિડાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉ ફરિયાદ થયેલ હોય તે બાબતનુ મનદુખ રાખી ઉજેફ રસુલભાઇ, રસુલભાઇએ રફીકભાઇના ભાભી તેમજ મોટાબાપુ અને તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ બી.વી.બોરીસાગર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો