તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સો છ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાના ચાર શખ્સો દારૂની મહેફિલ માંડીને બેઠા હતા ત્યારે પોલીસે અહી દરોડો પાડી ચારેયને ઇંગ્લીશ દારૂની છ બોટલ સાથે નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. પોલીસે જુદાજુદા ચાર સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી પાડયો હતો.

દારૂની મહેફિલમા પોલીસ ત્રાટકયાની આ ઘટના બગસરામા બની હતી. અહીના જેતપુર રોડ પર મેઘાણી આવાસની પાછળ કેટલાક શખ્સો ખુલ્લામા દારૂ પીતા હોવાની બાતમી મળતા પોલીસે અહી દોડી જઇ ભાવેશપરી ધીરજપરી ગૌસ્વામી, ઇરફાન ગફાર પીંજારા, દિલીપ રૂપસીંગ પરમાર અને ફૈજલ કાળવાતર નામના શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની છ બોટલ, ત્રણ મોબાઇલ વિગેરે મળી કુલ રૂપિયા 42 હજારનો મુદામાલ કબજે લેવાયો હતો. પોલીસે મોટા આગરીયાના સુના પાના સોલંકી, સાવરકુંડલાના ઇમ્તીયાઝ દિલાવર જાખરા, જાફરાબાદના નાનજી સાજણ ગુજરીયા અને બગસરાના ગોકુળપરામા રહેતા શામજી ગોવિંદ નામના શખ્સોને પીધેલી હાલતમા ઝડપી લીધા હતા.

ઉપરાંત મોટા માણસાના વાલા મુળા જોગદીયા પાંચ લીટર દારૂ સાથે, જાફરાબાદના નાનજી વીરા કોળી 12 લીટર દારૂ સાથે, અમરાપરાનો ભુપત બાલા ચાવડા 4 લીટર દારૂ સાથે તથા કોલડાનો દિનેશ વશરામ મકવાણા 5 લીટર દારૂ સાથે ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...