એડવાન્સ યુથ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સહયોગથી રાધિકા હોટેલ ખાતે શેર

Amreli News - share with radhika hotel in collaboration with advance youth development council 055514

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST

એડવાન્સ યુથ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સહયોગથી રાધિકા હોટેલ ખાતે શેર એન્ડ કેર દ્વારા સ્લમ એરિયાના બાળકો માટે એક ડગલું સ્વચ્છતા માટે, રમતોની મોજ અને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન્ડ સંચાલન શેર એન્ડ કેરના ફાઉન્ડર રિયાઝ વેરસિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્ર જોશી, મન્સુર ગઢિયા, સંજય પંડ્યા, ચંદ્રકાન્ત કાવઠિયા, પંકજ મહેતા અને જીજ્ઞેશ ત્રિવેદીએ જવાબદારી ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમના પ્રોગ્રામ ઇન્ચાર્જ તરીકે તિલક સોલંકી અને વર્ષાબેન સોલંકી તેમજ તબસુમ, સૃષ્ટિ તથા નેહાએ લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમાડી હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી પધારેલ શ્રદ્ધાબેન ગોહેલ દ્વારા બાળકોને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપી પ્રેક્ટિકલ સ્વચ્છતાના પાઠ શીખવાડયા હતા. આ તકે એડવાન્સ યુથ ડેવલોપમેન્ટ કાઉન્સિલના ઉપપ્રમુખ ગીરીશભાઈ વેલીયાત, આનંદ પરીખ, દિલીપ રંગપરા, જગદીશ બાબરીયા, ટીણાભાઈ પરમાર અને નિલેશ કાબરીયાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે 75 બાળકોને રાધિકા હોટેલમાં જમાડવામાં આવ્યા હતાં. જામનગરથી આવેલા ભોજનના દાતા સાયરોજભાઈ અને રેશ્માબેન મીનસારિયાનું સન્માન નયનાબેન વેરસિયા, તૃપ્તિબેન જોશી, જયશ્રીબેન પરમાર, મીનાબેન મહેતા અને પ્રીતિબેન કાવઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જયેશ લીંબાણી

X
Amreli News - share with radhika hotel in collaboration with advance youth development council 055514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી