તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં કતલ થાય એ પહેલા સાત પશુઓને બચાવી લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા પશુઓની કતલ અને હેરાફેરીની પ્રવૃતિ આમ તો પાછલા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે પોલીસે અહીના બહારપરામા મોટા ખાટકીવાડમા કતલ કરવાના ઇરાદે ગોંધી રાખેલા સાત પશુઓને બચાવી લઇ રૂપિયા 28 હજારનો મુદામાલ કબજે લીધો હતો.

અમરેલી સીટી પોલીસે અહીના બહારપરામા મોટા ખાટકીવાડમા બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. અહી સલીમ ઇસ્માઇલ તરકવાડીયા નામના શખ્સે સાત પશુઓને ઘાસચારા કે પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે ગોંધી રાખ્યા હોય પોલીસે આ પશુઓને બચાવી લીધા હતા. પોલીસે અહીથી રૂપિયા 28500નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે પોલીસના દરોડા દરમિયાન સલીમ નાસી છુટયો હતો. આ બારામા હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા ગૌવંશની કતલ અને પશુઓની હેરાફેરીની આ પ્રવૃતિ નિરંતર ચાલતી રહે છે. અનેક વખત ગૌપ્રેમીઓ તેમજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવે છે તેમ છતા આ પ્રવૃતિ નિરંતર ધમધમતી જ રહે છે.

પોલીસે નાસી છુટેલા શખ્સને ઝડપી લઇ તે કેટલા વખતથી આ પ્રવૃતિ કરતો હતો તેની તપાસ આરંભ છે.

અન્ય સમાચારો પણ છે...