સાવરકુંડલાની યુવતીનો સૌરાષ્ટ્રની મુખ્ય ક્રિકેટ ટીમમાં થયો સમાવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લાની બે યુવતીઓ મહિલા ક્રિકેટ જગતમા ઝળકી રહી છે. હાલમા જ સૌરાષ્ટ્રની અંડર-19 ટીમમા ચાડીયા ગામની મનીષા કનુભાઇ ગઢીયા રમી ચુકી છે. જયારે હવે સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમા સાવરકુંડલાની મેઘા તન્નાનો સમાવેશ થયો છે. સાવરકુંડલાની મેઘા ઘનશ્યામભાઇ તન્ના અગાઉ પણ સૌરાષ્ટ્રની અંડર-23 ટીમ વતી રમી ચુકી છે. અને સાથે સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટોચની ખેલાડીઓ મિતાલી રાજ, સ્મૃતિ મંધાના અને વેગા કૃષ્ણમુર્તિ સામે પણ પોતાનુ કૌવત બતાવી ચુકી છે. હાલમા મેઘા તન્ના સૌરાષ્ટ્રની મુખ્ય ટીમમા સામેલ થઇ ચુકી છે અને આવનારા સમયમા ટી-20 ટુર્નામેન્ટમા ભાગ લેશે. તાજેતરમા જ અમરેલીના ચાડીયા ગામની મનીષા કનુભાઇ ગઢીયાનો પણ સૌરાષ્ટ્રની અંડર-19 ટીમમા સમાવેશ થયો હતો. અમરેલી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પુર્વ પ્રમુખ પી.પી.સોજીત્રા અને કોચ મયુરભાઇ ગોરખીયાના માર્ગદર્શન હેઠળ બંને ખેલાડીઓ ક્રિકેટની કારર્કિદીમા આગળ ધપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...