સાવરકુંડલા, બગસરા ડેપોમાંથી સોમનાથ સુધીની બસ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી એસટી વિભાગ દ્વારા વેકેશનને ધ્યાને રાખી સાવરકુંડલા અને બગસરા બસ સ્ટેશનમાંથી યાત્રાધામ સોમનાથ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ એકા એક ડેપો ખાતે મુસાફરોનો ઘસારો વધી જતાં જુદા જુદા ડેપોમાંથી વડોદરા અને રાજકોટ સુધીની 9 એક્સ્ટ્રા બસ દોડાવવાનો પણ નિર્ણય કર્યો છે. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી એસટી ડિવિઝન હેઠળ આવતા 7 ડેપોમાં મુસાફરોની ભીડ વધી રહી છે. વેકેશન ભીડને ધ્યાને રાખીને એસટી વિભાગે સાવરકુંડલા અને બગસરા એસટી ડેપોમાંથી 1 બસ યાત્રાધામ સોમનાથ મંદિર સુધી ચાલુ કરી છે. તેમજ અમરેલીથી રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ અને સાવરકુંડલા ડેપોમાંથી રાજકોટ, ઉનાથી રાજકોટ, કોડીનારથી રાજકોટ અને ધારીથી વડોદરા સુધી 1 બસ એક્સ્ટ્રા શરૂ કરાઇ છે. તેમજ આજ સુધી અમરેલી વિસ્તારમાંથી સોમનાથ મંદિર જવા માટે એક પણ બસ સેવા શરૂ ન હતી. ત્યારે ગીર વિસ્તારમાંથી સોમનાથની બસ સેવા શરૂ થતાં મુસાફરોને સોમનાથ મંદિર જવામાં પડતી મુશ્કેલીમાંથી રાહત મળી હતી. તેમજ સોમનાથ સુધીની બસ સેવા એસટી વિભાગ વેકેશન પૂરતી નહી પણ કાયમી ધોરણે ચલાવે તેવી આ ગીર પંથકના લોકોમાં માંગ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...