તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચલાલા અને હિડોરણામાંથી 10 પત્તાપ્રેમીને ઝડપી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ચલાલા અને રાજુલાના હિડોરણા ગામે જુગારનો દરોડો પાડતા પોલીસે 10 જુગારીને ઝડપી લીધા હતા. પોલીસે બંને સ્થળેથી રૂપિયા 82 હજારનો મુદામાલ પણ કબજે લીધો હતો.પોલીસે જુગારનો પ્રથમ દરોડો ચલાલા ગામે પાડયો હતો. અહી એક પડતર બંધ મકાનમા જુગાર રમી રહેલા હિતેષ દેવકરણ ભેવલીયા, દિલુ ખોડા ધાખડા, મહેશ ઉર્ફે ભાભલુ બાલુ જેઠવા, કાળુ વલકુ શેખવા અને મહેશ દડુ ડાંગર નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રોકડ રૂપિયા 70990 તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 80990નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પીએસઆઇ વી.એલ.પરમાર તપાસ ચલાવી રહ્યાં છે.જયારે અન્ય એક દરોડામા પોલીસે રાજુલાના હિડોરણા ગામે જાહેરમા જુગાર રમી રહેલા જેરામ પુંજા કવાડ, મેહુલ ભીખા કવાડ, નથુ ભાણા બારૈયા તેમજ મુકેશ વશરામ કવાડ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા 2130ની મતા કબજે લીધી હતી. એએસઆઇ સી.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...