તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરકોટની ખાનગી કંપનીમાં રૂપિયા 20200નાં કેબલની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી સિમેન્ટ કંપનીના કમ્પાઉન્ડમાંથી કોઇ અજાણ્યો તસ્કર રૂા. 20200ની કિંમતનો ઇલેકટ્રીક વાયર ચોરી કરી જતા પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.

ચોરીની આ ઘટના જાફરાબાદ તાલુકાના બાબરકોટમાં આવેલી આદિત્ય બિરલા ગૃપની નર્મદા સિમેન્ટ કંપનીના કમ્પાઉન્ડમાં બની હતી. અહિં કંપનીના કોલોની ક્વાર્ટરમાં રહેતા મનોજભાઇ બદ્રીનારાયણ પાટીલે આ બારામાં કોઇ અજાણ્યા ઇસમ સામે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં તેણે જણાવ્યુ હતું કે ચોરીની આ ઘટના ગત 18મી તારીખે સવારના સમયે બની હતી. કોઇ અજાણ્યો શખ્સ કંપનીના કમ્પાઉન્ડમાં ઘુસી અહિં રાખેલો રૂા. 20200ની કિંમતનો 423 મીટર ઇલેકટ્રીક કેબલ ચોરી કરીને લઇ ગયો હતો. જાફરાબાદ મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.આર. મકવાણાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો