ચલાલામાં અમરેલી રોડ પર માર્ગની બંને સાઇડનું સમારકામ કરો, હાલાકી

Amreli News - repair both sides of the road on the amreli road in chalana hailaki 055515

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
ચલાલામા અમરેલી રોડ પર પેટ્રોલપંપ નજીક પ્રવેશદ્રાર પાસે માર્ગની બંને સાઇડ તુટી ગઇ હોય અહીથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્ને નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવામા આવી છે.

ચલાલા શહેર ભાજપ મહામંત્રી કારીયા દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે અમરેલી રોડ પર રિલાયન્સ પેટ્રોલપંપ નજીક પ્રવેશદ્રારની બંને સાઇડમા માર્ગ તુટી ગયો છે. અગાઉ બે વખત પાલિકા દ્વારા જેસીબી સહિત સાધનોની મદદથી અહી સમારકામ કરવામા આવ્યું હતુ.

પરંતુ અહીથી મોટી સંખ્યામા વાહનો પસાર થતા હોય ફરી માર્ગની સ્થિતિ ખરાબ બની છે. અહી અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. ત્યારે વહેલી તકે બંને સાઇડનુ સમારકામ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

X
Amreli News - repair both sides of the road on the amreli road in chalana hailaki 055515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી