તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

“ ગુલ મહોર ” સામયિક અંકનું વિમોચન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા આયોજીત શબ્દ સૌરભ સાહિત્ય સત્ર ડો. પ્રતાપભાઈ પંડયાના અધ્યક્ષસ્થાને સુપ્રસિધ્ધ સાહિત્યકાર હર્ષદ ત્રિવેદી અને કિરીટ દુધાતની ઉપસ્થિતિમાં યોજાયું હતું. અહી સંસ્થા દ્વારા પ્રકાશિત “ગુલમહોર ” સામયિકના વિશેષ અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના સર્જકો માટે પ્રેરણાદાયી સાહિત્ય સર્જકના દુર્ગાબેન જોશી અને ઉમેશભાઈ જોશીએ શબ્દ સૌરભમાં સંસ્થાની પ્રવૃતિ વીશે વાત કરી શાબ્દિક સ્વાગત કર્યું હતું. અહી હર્ષદ ત્રિવેદી , કિરીટ દુધાત, પ્રતાપભાઈ પંડયા સૌએ દિપપ્રાગ્ટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સાહિત્ય સર્જક સંસ્થા દ્વારા પ્રકાશિત “ ગુલમહોર” સામાયિકના વિશેષ અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અહી અંકના સંપાદક ડો. કાલિન્દી પરીખે વિમોચનના મહેમાન વકતાઓ અને ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. અહી પરેશભાઈ મહેતા અને જાણીતા વાર્તાકાર કિરીટ દુધાત દ્વારા વતન અમરેલીમાં સાહિત્ય કાર્યક્રમની પ્રસન્નતા કરી હતી. કાર્યક્રમ દરમિયાન પુસ્તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડયાએ સહુને જિલ્લાની સાહિત્ય પ્રવૃતિને આગળ કરવા આહવાન કર્યું હતું.

આ તકે જિલ્લાના સર્જક કવિ હર્ષદ ચંદારાણા, પારુલ ખખ્ખર, કેતન જોષી, ભારતીબેન ગોહિલ, જાગૃતિ રાજયગુરૂ, રવજીભાઈ કાચા, મુકેશ દવે,શીલા મહેતા, કનુભાઈ દવે, પંકજભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો