ધો-4 અને ધો-1માં અભ્યાસ કરતા ભાઇ-બહેને મળેલી રોકડ માલિકને પરત કરી

Dhari News - refunded to the cash owner received from the studying studying in std 4 and std 1 023013

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:30 AM IST
ધારીમા પ્રેમપરા પ્રાથમિક શાળામા ધોરણ-4મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની તેમજ ધોરણ-1મા અભ્યાસ કરતો એક વિદ્યાર્થીની એમ બંને ભાઇ બહેન શાળાએ આવતા હતા ત્યારે રસ્તામાથી તેમને રૂપિયા 500 મળ્યાં હતા. બંનેએ આ વાતની જાણ શિક્ષકોને કરી હતી અને બાદમા મુળ માલિકને આ રકમ પહોંચતી કરી ઇમાનદારીનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુ.પ્રેમપરા પ્રાથમિક શાળામા ધોરણ-4મા અભ્યાસ કરતી માયા રાજુભાઇ સોલંકી અને ધોરણ-1મા અભ્યાસ કરતો વિક્રમ રાજુભાઇ સોલંકી બંને ભાઇ બહેન શાળાએ આવતા હતા. ત્યારે રસ્તામાથી બંનેને રૂપિયા 500ના દરની નોટ મળી આવી હતી. બંનેએ શાળામા શિક્ષકોને આ વાતની જાણ કરી હતી. શાળાના શિક્ષકોએ મળી મુળ માલિકની શોધ કરી હતી. રૂપિયા 500ની નોટ પ્રેમપરામા જ રહેતા કાનજીભાઇ છનાભાઇ વેગડાની હોવાનુ જાણવા મળ્યું હતુ. બાદમા મુળ માલિકને બોલાવી તેમને આ રકમ પરત કરાઇ હતી. કાનજીભાઇએ પણ બંને ભાઇ બહેનની પ્રામાણિકતાને બિરદાવી પ્રોત્સાહન રૂપે દિકરીને રૂપિયા 50 ઇનામમા આપ્યા હતા. બંને વિદ્યાર્થીઓને પ્રાર્થનાસભામા સન્માનિત કરવામા આવ્યા હતા. અહી શાળાના શિક્ષક વિરલભાઇ દવેએ પણ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી ઇમાનદારીનુ આ કાર્ય અન્ય છાત્રોને પણ સંભળાવ્યું હતુ.

X
Dhari News - refunded to the cash owner received from the studying studying in std 4 and std 1 023013

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી