ખાંભાનાં સાળવા ગ્રામપંચાયતનાં સરપંચ પતિ અને તલાટીમંત્રી ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરતા હોવાની રાવ

વિકાસનાં કામો તેમજ ગ્રાન્ટ અંગે ખુલાસો નથી આપતા, ગ્રામ પંચાયતનાં પાંચ સદસ્યોએ કલેક્ટરને રજુઆત કરી

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 03:15 AM
Khambha News - rao39s husband and talatyanti are behaving disrespectfully to the sarva ghar panchayat 031504
ખાંભા તાલુકાના સાળવા ગ્રામપંચાયતમાં હાલમાં મહિલા સરપંચ છે. ત્યારે આ મહિલા સરપંચના પતિ હાલ વહીવટ કરી રહ્યા છે. ત્યારે આ ગ્રામપંચાયતના ત્રણ મહિલા સહિત પાંચ સદસ્યો દ્વારા મહિલા સરપંચ અને તલાટીમંત્રી દ્વારા ત્રણ મહિલા સદસ્યો સહિત અન્ય 2 સદસ્યો સાથે છેલ્લા 2 વર્ષથી ગ્રામપંચાયત દ્વારા ચાલતા વિકાસના કામો અંગે તેમજ ગ્રામપંચાયત આવતી વિવિધ ગ્રાન્ટ અંગે જ્યારે ખુલાસા માંગવામાં આવ્યા ત્યારે મહિલા સરપંચના પતિ અને તલાટી મંત્રી દ્વારા આ ત્રણ મહિલા સહિત 5 સદસ્યો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરી કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ અંગે કલેકટરને રજુઆત કરવામા આવી છે.

ખાંભા તાલુકાનું સાળવા ગામે ગ્રામપંચાયતમા સરપંચ તરીકે લાડુમોર મધુબેન ધીરુભાઈ અને 5 મહિલા સદસ્ય મળી કુલ 8 સદસ્યવાળી આ ગ્રામપંચાયત કાર્યરત છે. અને મહિલા સરપંચના પતિ ધીરુભાઈ લાડુમોર વહીવટ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા બે વર્ષથી ગ્રામસભા તેમજ સદસ્યોની મિટિંગ તો થાય છે પરંતુ તેમાં ગામના વિકાસની કામો અંગે જ્યારે સદસ્યો દ્વારા ચર્ચા કરવામાં આવે ત્યારે મૌખિક તલાટીમંત્રી અને સરપંચ માહિતી આપે છે. ત્યારે ઠરાવબુક અન્ય ફાઇલોમાં તલાટી અને સરપંચના પતિ પોતાની મનમાની મુજબ લખાણ કરી નાખે છે. જ્યારે હાજર સભ્યને બદલે ગેરહાજર સદસ્યની હાજરી બતાવી સહીઓ કરાવી લે છે.

જ્યારે સરપંચના પતિ અને તલાટી મંત્રી મહિલા સદસ્ય અને અન્ય સભ્ય સાથે ગેરવર્તન કરે છે. ત્યારે સરપંચ પતિ અને તલાટી મંત્રી સામે ત્રણ મહિલા મળી 5 સદસ્ય દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી વિગેરેને લેખિતમાં જાણ કરી છે. મહિલા સરપંચના પતિ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાથી સરપંચ પદેથી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે.

માહિતી હજુ સુધી રજુ નથી કરાઇ

આજ દિવસ સુધી મહિલા સરપંચના પતિ અને તલાટી મંત્રી દ્વારા રોજમેળની નાણાકીય લેવડદેવડ, વિકાસના કામો, એસ્ટીમેન્ટ વર્ક ઓર્ડર, 14માં નાણાંપંચની ગ્રાન્ટ કયાં વાપરવામાં આવી, દલિત સમાજના સ્મશાન ફરતે દીવાલનું અધૂરું કામ છોડી દેવાનું કારણ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કોણ છે તે તમામ માહિતુ હજુ સુધી રજુ કરી નથી.

X
Khambha News - rao39s husband and talatyanti are behaving disrespectfully to the sarva ghar panchayat 031504
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App