તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાનાં ભચાદરમાં યુવક પર પાઇપ-છરી વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના ભચાદર ગામે રહેતા એક યુવકને અગાઉ થયેલી માથાકુટને પગલે બે શખ્સોએ કારમા ધસી આવી તેના પર પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેણે આ બારામા મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ અહી રહેતા જસુભાઇ નાનાભાઇ ધાખડા (ઉ.વ.40) નામના યુવકને અગાઉ માથાકુટનુ મનદુખ રાખી ખોડુભાઇ ભીમભાઇ ધાખડા તેમજ પ્રદિપ ખોડુભાઇ ધાખડા બંને કારમા ધસી આવ્યા હતા. બાદમા ખોડુભાઇએ લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. જયારે પ્રદિપે છરી વડે હુમલો કર્યો હતો.

આ ઉપરાંત બંનેએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ એસ.આર.શર્મા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...