રાજુલાના મહુવા જકાતનાકા પાસે રેલવે ફાટકનો પ્રશ્ન માથાના દુ: ખાવા સમાન

Rajula News - raju39s mahuva jatathaka has a question of rail fatalism like the headache of the head 034124

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:41 AM IST
રાજુલામા મહુવા જકાતનાકા પાસે આવેલ રેલવે ફાટક લોકોના માથાના દુખાવારૂપ સમસ્યા બની છે. અહી પીપાવાવ જતી માલગાડી દર કલાકે અવરજવર કરતી હોય અહી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે અહી અંડરબ્રિજ બનાવવામા આવે તેવી ચેમ્બર અને લોકોએ માંગ ઉઠાવી છે. મહુવા જકાતનાકા પાસે આવેલ રેલ ફાટકની સમસ્યા લોકોને સતાવી રહી છે. અહી પીપાવાવ જતી માલગાડી અવારનવાર આવતી જતી હોય ફાટક બંધ હોવાના કારણે બંને તરફ વાહનોની કતારો લાગી જાય છે. પીપાવાવ પોર્ટમાથી કોલસો, યુરીયા, ઘઉં, શીંગ સહિતની ચિજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે. પીપાવાવ પોર્ટ રેલવે તંત્રને કરોડોની ધીકતી કમાણી કરી આપતુ બંદર છે. પરંતુ અહી એક અંડરબ્રિજ બનાવવામા તંત્ર વામણુ પુરવાર થઇ રહ્યું છે.

રાજુલા ચેમ્બરના પ્રમુખ બકુલભાઇ વોરાએ પોર્ટના એમડી તેમજ રેલવેના વડા અને સાંસદ નારણભાઇ કાછડીયાને પણ પત્ર પાઠવી આ પ્રશ્ને રજુઆત કરી છે. અહી વારંવાર માલગાડી પસાર થતી હોય ફાટક બંધ થવાના કારણે વાહનો અટવાઇ પડે છે અને સમયનો પણ ભારે વ્યય થાય છે. ત્યારે અહી અંડરબ્રિજ બનાવવામા આવે તેવી માંગ કરવામા આવી છે.તસવીર- કે.ડી.વરૂ

X
Rajula News - raju39s mahuva jatathaka has a question of rail fatalism like the headache of the head 034124
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી