કુંડલા પંથકમાં ગાજવીજ સાથેનો વરસાદ: ત્રણ સ્થળે વિજળી પડી

Amreli News - rainfall with thunder in kundla diocese three places have power 055516

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
સાવરકુંડલા પંથકમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વિજળી પડી હતી. જેના કારણે મોટું નુકસાન થયું હતું. અને પાવર સપ્લાય પણ બંધ થયો હતો.

વીજળી પડવાની પ્રથમ ઘટના સાવરકુંડલા શહેરમાં બની હતી. અહીં જેસર રોડ પર આવેલ 220 કેવી સબ સ્ટેશન પર અચાનક વીજળી પડી હતી. જેના કારણે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે અહીં બીજું કોઈ મોટું નુકસાન થયું ન હતું. વીજળી પડવાની અન્ય ઘટના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે બની હતી.

અહીં રહેતા નટુભાઈ દિલુભાઇ ખુમાણના ઘર પર વીજળી ત્રાટકી હતી. આવી જ રીતે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતા પ્રવિણભાઇ બાવાજીના ઘર પર પણ વીજળી પડી હતી. જેના કારણે દિવાલ અને સ્લેબમાં ગાબડા પડયા હતા. આ ઉપરાંત ઈલેક્ટ્રીક સામાન પણ બળી જતાં મોટું નુકસાન થયું હતું. આ વિસ્તારમાં સવારથી જ બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતા પાણી પાણીની સ્થિતી સર્જાઇ હતી. વીજળીના ચમકારા સતત જોવા મળ્યા હતા. સૌરભ દોશી

X
Amreli News - rainfall with thunder in kundla diocese three places have power 055516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી