તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસાર થતી માલગાડી માંથી થાંભલો પડતા રેલ કર્મીનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના વિજપડી નજીક ગઇકાલે એક વિચિત્ર રેલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં રેલ કર્મી ટ્રેકની બાજુમાં ઉભો હતો અને માલગાડી પસાર થતી હતી ત્યારે તેમાંથી એક થાંભલો આ રેલ કર્મી માથે પડતા તેનું મોત થયુ હતું.

આ ઘટના ગઇકાલે બપોરે બારેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના રેલવે સ્ટેશનથી ચારેક કીમી દુર બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ અકસ્માતમાં મુળ બિહારના અને હાલમાં વિજપડીમાં રહેતા સંજયકુમાર રામજીમહેતા વર્મા (ઉ.વ. 37) નામના યુવકનું તેમાં મોત થયુ હતું. આ યુવાન રેલવે ગાર્ડ હોય ફરજ પર હતો તે સમયે એક માલગાડી ત્યાંથી પસાર થઇ હતી અને આ ગાડીમાંથી ઇલેકટ્રીક લાઇનનો એક થાંભલો નિચે પડયો હતો જેના કારણે આ યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાબડતોબ ખાનગી વાહનમાં સારવાર માટે મહુવા દવાખાને લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અહિંના ગેટમેન નાથુરામ દયાળુરામ ભાર્ગરાએ સાવરકુંડલા તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.ડી. ગોંડલીયા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો