તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડિયામાં આરોગ્ય કેન્દ્ર ખાતે કાેરાેના વાઇરસ સામે અગમચેતીના ભાગરૂપે ઉકાળાનંુ વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વાઇરસ તથા અન્ય ઋતુ જન્ય રોગો જેવા કે શરદી, ઉધરસ, તાવ જેવી બિમારીઓ સામે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા હેતુથી આયુર્વેદીક ઉકાળા તેમજ હોમિયોપથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.જો કે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉ. ગજેરાની સારી એવી કામગીરીથી લોકોએ પ્રસંશા કરી હતી. લોકો જણાવી રહ્યાં છે કે ડેંગ્યૂના કહેરમા ડોક્ટર સતત ખડે પગે રહી એક પણ કેસ દર્દીને વડિયાની બહાર રીફર નથી કરેલ. અને અહીંયા જ સારવાર આપી ડેંગ્યૂના કહેરને કંટ્રોલ કરેલ હતો.ડેન્ગ્યુના કારણે તે સમયે ૫૦૦-૫૦૦ની રોજની ઓપીડી થતી હતી. વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ સાજા થયા હતા.લોકોએ મોટીસંખ્યામાં ઉકાળો,દવાનો લાભ લીધાે હતાે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વાઇરસ તેમજ શરદી ઉધરસ,તાવ જેવી બિમારી ન અાવે તેવા હેતુથી કાળજી લઇ સૌ પ્રથમ વડિયા સરકારી દવાખાને ઉકાળો અને દવાનું વિતરણ કરાયેલ છે.

હાેમિયાેપેથીક દવાનું પણ વિતરણ કરાયંુ: સતત 6 દિવસ સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો