સોગઠાબાજી અને કાવાદાવાનો રાજકીય પ્રપંચ

Bagasara News - political rumors of gossip and lewdness 020534

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:05 AM IST
બગસરા નગરપાલિકામા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતાની ખેંચતાણ આજે ચરમસીમા પર પહોંચી હતી. અને રાજનીતિનુ નાટક પણ અજીબ રીતે ભજવાયું હતુ. 28 સભ્યોવાળી નગરપાલિકામા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષમા સતત બળવાખોરી જોવા મળી રહી છે. અગાઉ પ્રમુખ પદની ચુંટણી વખતે કોંગ્રેસના ત્રણ અને ભાજપના બે સભ્યોએ બળવો કર્યો હતો. પરંતુ પ્રમુખ પદે ચંપાબેન બઢીયા ચુંટાયા હતા. તાજેતરમા તેમનુ અવસાન થતા પ્રમુખ પદ ખાલી પડયુ હતુ. જે માટે આજે ચુંટણી યોજાઇ હતી. જો કે આજે પ્રાંત અધિકારી ઓઝા અને મામલતદાર તલાટ તથા ચીફ ઓફિસર ગૌસ્વામીની ઉપસ્થિતિમા નવા પ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ થઇ હતી. તે સમયે જ કોંગ્રેસના ત્રણ અને ભાજપના બે એમ પાંચ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ જિલ્લા કલેકટરે ગેરલાયક ઠેરવ્યાનો હુકમ આવી પડયો હતો. જેના કારણે અહી પ્રમુખ પદના સમીકરણો ફરી બદલાયા હતા. બાકી બચેલા સભ્યોમા ભાજપના 9, કોંગ્રેસના 9 અને એક અપક્ષ સભ્ય હતા. ભાજપ તરફથી રસીલાબેન પાથર અને કોંગ્રેસ તરફથી મંજુલાબેન મેરે ઉમેદવારી કરી હતી.

જો કે અપક્ષ ઉમેદવાર રમેશભાઇ સોમાણીએ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરતા રસીલાબેન પાથર પ્રમુખ પદે ચુંટાઇ આવ્યા હતા.

ચાલુ બેઠકમાંથી બહાર નિકળવા આદેશ

અહી પ્રમુખ પદની વરણી માટે બેઠક શરૂ થઇ હતી તે સમયે કલેકટરે પાંચ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવતા અધ્યક્ષસ્થાનેથી આ પાંચેય સભ્યોને તાત્કાલિક બેઠકમાંથી બહાર નીકળી જવા આદેશ કર્યો હતો. તસવીર- દર્શન ઠાકર

કોણ-કોણ ગેરહાજર રહ્યું ? |બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રેખાબેન પરમાર તથા હરેશભાઇ રંગાડીયા ગેરહાજર રહ્યાં હતા. જયારે કોંગ્રેસના નર્મદાબેન ભરખડા પણ બેઠકમા ગેરહાજર હતા.

ભાજપના બે સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ

એક તરફ ભાજપના બે સભ્યોને કલેકટરે બળવાખોરી સબબ ગેરલાયક ઠેરવ્યા હતા. તો બીજી તરફ અન્ય બે સદસ્યો આજની બેઠકમા ગેરહાજર રહેતા પક્ષ દ્વારા તેમને છ વર્ષ માટે પક્ષમાથી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.

બગસરા પાલિકા પ્રમુખની વરણી માટેની ચાલુ બેઠકે જ 5 સભ્યો ગેરલાયક ઠર્યાનો હુકમ આવ્યો

કોને- કોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ?

અહીની બેઠકમાં કોંગ્રેસના મુકતાબેન નળીયાધરા, ભાવનાબેન કટેસીયા અને દિલીપભાઇ મકવાણા તથા ભાજપના ફરજાનાબેન બીલખીયા અને નર્મદાબેન હડીયલ આ પાંચેય સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતાં.

X
Bagasara News - political rumors of gossip and lewdness 020534

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી