પોલીસની કાર્યવાહી| જિલ્લામાં 64 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા દેશી વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે પોલીસે જુદાજુદા સ્થળેથી 64 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી પાડયા હતા. લોકોએ પોલીસની કામગીરી બિરદાવી. આ ઉપરાંત 17 સ્થળેથી દેશી દારૂ ઝડપી પાડયો હતો. જેને પગલે બુટલેગરોમા ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસે હિરાવા ગામના પાટીયા પાસેથી વિજય ગીગા ગોહિલ, અરવિંદ છગન જામલીયા નામના શખ્સોને પીધેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે સાવરકુંડલા રોડ પર અજય મોહન દાફડા, ખાંભામાથી સુરેશ શંકર શિયાળ, વડીયાના સનાળી ગામેથી વલકુ હરિ સારોલીયા, દેવળકીમાથી જ્ઞાનસીંગ વાસકલે, મહુવા રોડ પરથી અનીલ કિશોર સોલંકી, સાવરકુંડલામાથી વિપુલ ઉર્ફે લગડી લાલજી, ભરત ભનુ પરમાર, જગદીશ પરમાર, વિનોદ બચુ, રમેશ રવજી, બાબરકોટમાથી દીલુ ચોથા, સામાકાંઠા વિસ્તારમાથી નરશી ધીરૂ, કાનજી સોમા, હરજી લાલા, રમેશ લાખા, મગન ઉકા, લાલા ભાણા, ભાયા લખમણ તેમજ ટીંબી ચેક પોસ્ટ પરથી રાજેશ સોનેલાલ, અમીત પહેલવાનસિંહ, રામઆશરે વિદ્યારામ, જયેશકુમાર નાથાભાઇ, લીલીયામાથી નિલેશ લાભુ સહિત અન્ય સ્થળે મળી કુલ 64 નશાખોરોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે ક્રાંકચ ગામેથી અમરૂ બદરૂ ખુમાણને દેશીદારૂ સાથે ઝડપી પાડયો હતો. તેમજ વાવેરામાથી અશ્વિન ઉગા રાઠોડ, અમરેલીમાથી લાલભાઇ જયંતીભાઇ, મેરીયાણા ગામેથી શાંતુભાઇ ભીખુભાઇ, બાબરામા ભાવનાબેન બાલુભાઇ, કરિયાણા ગામે નીલેષ બાબુભાઇ, ચમારડીમાથી ધના નાજા, દામનગરમાથી બોમ જાફરભાઇ સૈયદ, છભાડીયામાથી રમેશ ભરત વેકરીયા, સુવાગઢમાથી દેવુબેન દીનેશભાઇ બારૈયા સહિત પોલીસે 17 સ્થળે દેશી દારૂ અંગે દરોડો પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...