તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં PMની સભા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં 18મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા માટે શહેરમાં આજ સાંજથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભામાં 500 પોલીસ, 200 હોમગાર્ડ, 4 એસપી, 8 ડીવાયએસપી અને 30 પીઆઇ ફરજ પર તૈનાત રહેશે. અમરેલીમાં 18 એપ્રિલના રોજ ફોરવર્ડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી સભા સંબોધન માટે આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા માટે હાલ તો ભાવનગર રેન્જમાંથી પોલીસના ઘાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આજથી જ પોલીસ પીએમના રૂટ ઉપર ગોઠવાઈ ગઈ છે. અમરેલીમાં પીએમની સુરક્ષા માટે 500 પોલીસ, 200 હોમગાર્ડના જવાન, 4 એસપી, 8 ડીવાયએસપી અને 30 પીએસઆઇ અમરેલી આવી પહોંચ્યા છે. તેમજ સમગ્ર પોલીસના જવાનોને સુરક્ષા અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસની સાથે પેરા મિલેટરીના જવાનો પણ બંદોબસ્તમાં આવી પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...