પ્લેસમેન્ટ ફેર | 375 છાત્રોનું સિલેકશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ટેકનીકલ શિક્ષણ ગાંધીનગર તથા કે.સી.જી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે, ફ્રેશર્સને નોકરી માટેની તકો પૂરી પડવાના હેતુથી, નોડલ સંસ્થા ડૉ. જીવરાજ એન. મહેતા સરકારી પોલીટેકનીક દ્વારા કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ લાઠી રોડ અમરેલી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં પ્લેસમેન્ટ ફેર-2020નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપપ્રાગટય કરી તેમજ પોલીટેકનીકની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગીત રજુ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ નોડલ ઓફીસર બી.પી. રાવલે પ્લેસમેન્ટ ફેરની રૂપરેખા આપી વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમથી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે જિલ્લા કલેકટર આયુષ ઓક ઉપસ્થિત રહી અમરેલી જિલ્લાના વિવિધ ઉદ્યોગ અને વેપારના એક્મોનો ચિતાર તથા તેમની જરૂરિયાત રજુ કરી હતી. તેમજ જિલ્લાનો એમ્પ્લોયીબ્લીટી ફેક્ટર કેવી રીતે વધારી શકાય તેમજ ઇન્સ્ટીટ્યુટ તથા ઇન્ડસ્ટ્રીઝ સાથેનો બ્રિજ કેવી રીતે મજ્બુત બનાવી શકીએ તે માટે પ્રયત્ન કરવાની ભલામણ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ બી.એસ. ઘોડાસરા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની યુવાનો માટેની વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ લેવા પ્રેરણા કરી જીવનમાં ક્યારેય નિરાશાને સ્થાન ન આપવું અને પોતાના માટે તથા અન્ય માટે રોજગારીની વિવિધ તકો ઉભી કરવાની શીખ આપી હતી. તથા અતિથી વિશેષ તેજસ પરમારે વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતમાં એ.એમ પટેલે ઉપસ્થિત સહુ કંપનીઓના પ્રતિનિધિઓ, મહાનુભાવો, સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો. અહી 21 જેટલી કંપનીઓ જોડાઇ હતી. ફેરમા કુલ 580 વિદ્યાર્થીઓ સામેલ થયગા હતા જે પૈકી 375 વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી.

અમરેલીમાં શિક્ષણ વિભાગ તેમજ કેસીજીના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...