તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલીયામાં પેટ્રોલ પંપ માલીકને મોડી સાંજે ધોકાનાં ઘા ઝીંકી લુંટી લેવા પ્રયાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલીયાના એક પેટ્રોલપંપ સંચાલક વેપારના હિસાબનો થેલો લઇ પીપળવા રોડ પાસે આવેલા ફાટક પાસેથી પસાર થતા હતા ત્યારે મોડી સાંજના સમયે બે અજાણ્યા બુકાનીધારીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી રોકડની લુંટ ચલાવવા પ્રયાસ કરતા આ વેપારીએ લીલીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પેટ્રોલ પંપ સંચાલકને લુંટવાની કોશીષ થયાની આ ઘટના લીલીયામાં પીપળવા રોડ પર થોડા સમય પહેલા બની હતી. અહિં કિકાણી પ્લોટમાં શિવ મંદિર પાસે રહેતા મનોજભાઇ નાથાભાઇ સેજપાલ (ઉ.વ. 50) પીપળવા રોડ પર કામનાથ કિસાન સેવા કેન્દ્ર નામનો પેટ્રોલ પંપ ચલાવે છે. બનાવના દિવસે રાત્રીના નવેક વાગ્યાના સુમારે તેઓ પેટ્રોલ પંપનો હિસાબ કરી નાણા થેલામાં નાખી મોટર સાયકલ પર ઘરે જવા નિકળ્યા હતા ગામ નજીક ફાટક પાસે પહોંચતા બે અજાણ્યા બુકાનીધારી માણસોએ તેમનું બાઇક ઉભુ રખાવ્યુ હતુ અને સીધો જ ધોકા વડે હુમલો કરી રોકડ ભરેલો થેલો ઝુંટવવા પ્રયાસ કર્યો હતો.

જો કે મનોજભાઇએ બન્નેનો પ્રતિકાર કર્યો હતો અને હાથમાં ઇજા થઇ હોવા છતાં લાકડાનો ધોકો ઝુંટવી લીધો હતો. જેના પગલે બન્ને શખ્સો લુંટ ચલાવ્યા વગર ત્યાંથી નાસી છુટ્યા હતાં. જેના પરિણામે તેમના હિસાબની કોઇ રકમ ગઇ ન હતી. મનોજભાઇ પત્નીની સારવાર માટે અમદાવાદમાં રોકાયેલ હોય આખરે આજે મોડેથી ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો