તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં અમરેલી જીલ્લાના લોકો મતદાન પ્રત્યે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં અમરેલી જીલ્લાના લોકો મતદાન પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તે હેતુ સર અમરેલીના હોમગાર્ડ યુનિટ દ્વારા અહિંના સીનીયર સીટીઝન પાર્ક ખાતે આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મશાલ રેલીના ઝળહળતા પ્રકાશમાં શહેરીજનો મતદાનનું મહત્વ સમજે એવો સંદેશો આપવામાં આવ્યો હતો. જીલ્લા આયોજન અધિકારી એમ.આર. ટોપરાણી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનિષાબેન દવેએ લીલી ઝંડી ફરકાવી મશાલ રેલીનો આરંભ કરાવ્યો હતો. હોમગાર્ડ યુનિટના 100 જવાનો સાથે કમાન્ડીંગ સ્ટાફ દ્વારા શિસ્તબધ્ધ રીતે મતદાન અંગેના જુદા જુદા બેનર્સ અને સુત્રો રજુ કર્યા હતાં જે લોકોએ નિહાળ્યા હતાં. જીલ્લા આયોજન કચેરીનો સ્ટાફ તથા તાલુકા સ્વીફટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...