તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભામાં છોકરાઓની તકરારમાં મહિલાને ગાળો આપી, ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા રહેતા એક યુવક પર પાડોશમા રહેતા એક શખ્સ સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. જયારે ખાંભામા છોકરાઓની તકરારમા મહિલાને ગાળો આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

યુવક પર પાઇપ વડે હુમલાની આ ઘટના રાજુલામા બની હતી. અહી તળાવ પાસે રહેતા નરેશભાઇ ચીમનભાઇ વાળા (ઉ.વ.30) નામના યુવકને પાડોશમા રહેતો ઉમેશ ઉર્ફે હડી કનુભાઇ તેમજ શારદાબેન અને અજાણ્યા બે શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.ટી.વ્યાસ તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા ખાંભામા રહેતા નસીમબેન કાળુભાઇ દલને છોકરાઓ ઝઘડા કરતા હોય જે બાબતે તેણે ઠપકો આપતા અમરૂભાઇ એભલભાઇ કીકર તેમજ કનુભાઇ એભલભાઇ નામના શખ્સોએ ગાળો આપતા તેણે આ બારામા તેણે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.આર.ગોહિલ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...