તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમા ગાવડકા રોડ પર આવેલ એક ઓઇલ મીલમા મગફળીની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા ગાવડકા રોડ પર આવેલ એક ઓઇલ મીલમા મગફળીની પાંચ હજાર ગુણી ભરેલા ગોડાઉનમા સવારના સુમારે અચાનક આગ ભુભકી ઉઠી હતી. ઘટનાને પગલે અહી બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને કલાકોની જહેમત બાદ આગ કાબુમા લીધી હતી. આગને કારણે મગફળીની અનેક ગુણીઓ બળીને ખાક થઇ ગઇ હતી. અહી મીલના માલિકે ટેકાના ભાવે ટેન્ડર પ્રક્રિયાથી ખરીદેલી મગફળી પણ અહી ગોડાઉનમા રાખી હતી.

આગની આ ઘટના અમરેલીમા ગાવડકા રોડ પર બની હતી. અહી આવેલ રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મીલમા મગફળીની ગુણો ભરેલા ગોડાઉનમા અચાનક આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગતા પ્રથમ તો સ્થાનિક મજદુરોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને તુરત ફાયર ફાઇટરને જાણ કરતા અહી બે ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને આગને કલાકોની જહેમત બાદ કાબુમા લીધી હતી. અહી મજુરોએ ધુમાડાના ગોટાની વચ્ચે મગફળીની ગુણો બચાવવા અથાક પ્રયત્નો કર્યા હતા અને મીલના પટાંગણમા ગુણીઓ ઠાલવી દીધી હતી. અનેક ગુણો આગમા બળીને ખાક થઇ ગઇ હતી જેને પગલે મોટી નુકશાની થયાનુ જાણવા મળી રહ્યું છે. ગુલાબભાઇ દુધાતની માલિકીની આ ઓઇલ મીલમા કોઇ કારણોસર સવારના સુમારે આગ ભભુકી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...