તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પટેલ યુવાનને છરી ઝીંકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં ગઇરાતે એક પટેલ યુવાને અહીંની પટેલ વાડી પાસે પોતાના ઘર નજીક ગાળો બોલવાની ના પાડતા અહીંના બે શખ્સોએ તેને રસ્તામાં આંતરી છરીનો ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

પટેલ યુવાન પર છરી વડે હુમલાની આ ઘટના અમરેલીમાં ગઇરાતે ગજેરાપરા પટેલવાડી પાસે બની હતી. અહીં રહેતા મિતેશ શેલડીયા નામના યુવાન પર ચક્કરગઢ રોડ પર રહેતા યુવરાજ ઉર્ફે શિવકુ કાઠી નામના શખ્સ તથા એક અજાણ્યા શખ્સે આ હુમલો કર્યો હતો. ગઇરાતે મિતેશના ઘર પાસે આ બન્ને શખ્સો ગાળો બોલતા હોય તેણે અહીં ગાળો બોલવાની ના પાડી હતી. જેના કારણે શીવકુ કાઠી ઉશ્કેરાઇ ગયો હતો. અને ત્યાં ઉપસ્થિત લોકોને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી.આ તકરાર બાદ બન્ને જણા ત્યાંથી ચાલ્યા યા હતાં. બાદમાં મોડેથી મિતેશ તેના પિતા સાથે મોટર સાયકલ પર જઇ રહ્યો હતો ત્યારે શિવકુ અને અજાણ્યા શખ્સે તેને અટકાવ્યો હતો અને મિતેશને ડાબા પડખામાં છરીનો એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતાં. ઘાયલ મિતેશને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. તેણે આ અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...