રાજુલામાંથી ઇંગ્લીશ દારૂની 14 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

પાંચ સ્થળેથી પોલીસે દેશીદારૂ પણ ઝડપી પાડ્યો

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:01 AM
Amreli News - one person arrested with 14 bottles of english liquor from rajula 020119
અમરેલી જિલ્લામા દેશી, વિદેશી દારૂનુ વેચાણ અને હેરાફેરીની પ્રવૃતિ ફુલીફાલી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે રાજુલામાથી મોટર સાયકલ પર ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક શખ્સને દારૂની 14 બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે જુદાજુદા પાંચ સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી પાડયો હતો. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજુલામા રહેતો સંદિપ ઉર્ફે વલકુભાઇ વાળા નામનો શખ્સ મોટર સાયકલ પર દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની 14 બોટલ મળી કુલ રૂપિયા 20600નો મુદામાલ કબજે લીધો હતો. હેડ કોન્સ્ટેબલ એમ.કે.પીછડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે પોલીસે બાબરાના ત્રંબોડામાથી ભરત જીલા સોલંકી, સાવરકુંડલાના શેલણામાથી બુધ્ધો વાલજી સોલંકી, ખાંભાના પીપળવા ગામેથી લાલો ભુપતભાઇ સાંખટ, આંબલીયાળામાથી કાંતુબેન સંજયભાઇ રાઠોડ અને લીલીયાના આંબામાથી ભલો નાથા જાસલીયા નામના શખ્સોને પણ દેશીદારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Amreli News - one person arrested with 14 bottles of english liquor from rajula 020119
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App