ચલાલાના દિતલા પાસેથી 3 ટન રેતી ચોરી કરતો એક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા રેતી ચોરીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે પોલીસે ચલાલાના દિતલા ગામ નજીકથી રેતી ચોરી ઝડપી પાડી રૂપિયા ચાર લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેતી ચોરી ઝડપાયાની આ ઘટના ચલાલાના દિતલા ગામ નજીક બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રશ્મીનભાઇ ધીરૂભાઇ કોટેચા નામના શખ્સ પોતાના ડમ્પર નંબર જીજે 09 વાય 5645મા વગર પરમીટે રોયલ્ટી વગર ત્રણ ટન રેતીની ચોરી કરી હોય પોલીસે તેને ઝડપી પાડયો હતો. પોલીસે અહીથી રૂપિયા ચાર લાખનો મુદામાલ પણ કબજે લીધો હતો. બનાવ અંગે ચલાલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડાભી તપાસ ચલાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા રેતી ચોરીનુ પ્રમાણ બેફામ વધ્યુ છે. ખાસ કરીને નદીઓના પટ્ટમાથી દરરોજ છાનેખુણે રેતી ચોરી કરવામા આવી રહી હોય પોલીસ દ્વારા પણ દરરોજ કોઇના કોઇ સ્થળેથી રેતી ચોરી ઝડપી લેવાની કામગીરી કરવામા આવી રહી છે. જો કે તેમ છતા આ પ્રવૃતિ અટકવાનુ નામ લેતી નથી.