ખડખંભાળીયાની પ્રાથમિક શાળાના તાળાં આઠમાં દિવસે પણ ન ખુલ્યા

શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો અડીખમ

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:01 AM
Amreli News - on the eighth day of the clutches of the primary school of khadkhandaliya it was not even opened 020121
અમરેલીની ખડખંભાળીયા પ્રાથમિક શાળામાં સતત આઠમાં દિવસે પણ શિક્ષીકાઓની બદલીના મુદે લાગેલા તાળા ખુલ્યા ન હતા.

અમરેલીના ખડખંભાળીયા પ્રાથમિક શાળામાં બે શિક્ષીકાઓ લાંબા સમયથી શાળાએ ગેરહાજર રહેતા ગ્રામજનોએ આઠ દિવસ પહેલા શાળાને જ તાળા લગાવી દીધા હતી. આઠ દિવસથી શિક્ષણ વિભાગ ગામલોકોને સમજાવી રહ્યું છે કે અમે બંને વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. પણ શાળાને તાળા ખોલી બાળકોને અભ્યાસ માટે લઈ આવો પણ ગ્રામજનો બંને શિક્ષીકાઓની તાત્કાલીક ધોરણે બદલી કરવા માંગ કરી રહ્યા છે.

આજે અમરેલી શિક્ષણાધિકારી ખડખંભાળીયા ગામની શાળાએ દોડી ગયા હતા. પણ ગ્રામજનોએ તેમની વાતને નકારી કાઢી હતી અને જયા સુધી બંને શિક્ષીકાઓની કાયમી ધારણે બદલી નહી કરવામાં આવે ત્યા સુધી શાળાના તાળા ખોલવામાં આવશે જ નહી તેવી વાત કરી અધિકારીઓની વાતને નકારી કાઢી હતી.

બંને વિરૂદ્ધ તપાસ બાદ કાર્યવાહી કરાશે

અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગેરહાજર શિક્ષીકાઓ વિરૂધ્ધ તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં સમય લાગી રહ્યો છે. પણ ગ્રામજનોને અપિલ કરવામાં આવે છે કે બંને શિક્ષીકાઓ વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે પણ તમે બાળકોનો અભ્યાસ ન બગાડો.

X
Amreli News - on the eighth day of the clutches of the primary school of khadkhandaliya it was not even opened 020121
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App