તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી સીટ પર 7 વખત કોંગીને, 6 ભાજપને, 1 વાર જનતાદળને સફળતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1962 માં અમરેલી જીલ્લાની રચના થયા બાદ 15મી વખત લોકસભાની ચુંટણી થવા જઇ રહી છે. અત્યાર સુધી યોજાયેલી 14 ચુંટણીમાં સાત વખત કોંગ્રેસને સફળતા મળી છે. જ્યારે છ વખત ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે. એક વખત જનતાદળના ઉમેદવાર ચુંટાયા હતાં. અહિં ક્યારેય અપક્ષ કે અન્ય પક્ષના લોકોને સફળતા મળી નથી. જો કે એક વખત અપક્ષ ઉમેદવાર બીજા નંબરે રહ્યા હતાં. આ ઉપરાંત જનતા દળ, જનતા પાર્ટી અને પીએસપીના ઉમેદવાર પણ બીજા નંબરે રહી ચુક્યા છે.

1989 પછી યોજાયેલી આઠ ચુંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ વખત સફળતા મળી છે. જ્યારે ભાજપને છ અને જનતાદળને એક વખત 1989 બાદ જીત મળી ચુકી છે. અત્યાર સુધીમાં સૌથી ઓછી લીડ કોંગીના ઉમેદવાર વિરજી ઠુમ્મરને માત્ર 2030ની મળી હતી. જ્યારે અત્યાર સુધીની સૌથી વધુ લીડ ભાજપના નારણ કાછડીયાને 2014માં 1,55,994ની મળી હતી. ત્યારે આ વખતની ચુંટણીમાં શું થાય છે તેના પર લોકોની મીટ મંડાઇ છે.

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ લીડ

1962 જયાબેન વજુભાઇ શાહ કોંગ્રેસ 65054

1967 જયાબેન વજુભાઇ શાહ કોંગ્રેસ 49588

1971 ડો. જીવરાજ મહેતા કોંગ્રેસ 56818

1977 દ્વારકાદાસ પટેલ કોંગ્રેસ 54511

1980 નવિનચંદ્ર રવાણી કોંગ્રેસ 1,00,140

1984 નવિનચંદ્ર રવાણી કોંગ્રેસ 34868

1989 મનુભાઇ કોટડીયા જનતા દળ 1,19,892

1991 દિલીપભાઇ સંઘાણી ભાજપ 96601

1996 દિલીપભાઇ સંઘાણી ભાજપ 1,08,369

1998 દિલીપભાઇ સંઘાણી ભાજપ 1,22,173

1999 દિલીપભાઇ સંઘાણી ભાજપ 36324

2004 વિરજીભાઇ ઠુમ્મર કોંગ્રેસ 2030

2009 નારણભાઇ કાછડીયા ભાજપ 37317

2014 નારણભાઇ કાછડીયા ભાજપ 1,55,994

અન્ય સમાચારો પણ છે...