અમરેલીમાં નાગનાથ મંદિરનો 201મો પાટોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના નગરજનો માટે આસ્થાનુ કેન્દ્ર એવા સુપ્રસિધ્ધ નાગનાથ મહાદેવ મંદિરના 201મા પાટોત્સવનુ આગામી 16મી તારીખે ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. આ નિમીતે વરણાંગી, મહાઆરતી અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાશે. અમરેલી શહેરની મધ્યમા બિરાજતા જગપ્રસિધ્ધ નાગનાથ મહાદેવ મંદિરને 200 વર્ષ પુર્ણ થઇ ચુકયા છે. આગામી 16મી તારીખે શ્રી નાગનાથ મહાદેવ પાટોત્સવ સમિતિ દ્વારા 201મા પાટોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ અમરેલીમા 200મા પાટોત્સવનુ શાનદાર આયોજન થયુ હતુ.

નાગનાથ મહાદેવ પાટોત્સવ સમિતિ દ્વારા આ નિમીતે 16મીએ મહાદેવની વરણાંગીનુ આયોજન કરાયુ છે. સાંજે 6 કલાકે આ વરણાંગીની શરૂઆત નાગનાથ મંદિરેથી શરૂ થશે. અને શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરશે. અહી મંદિર ખાતે સાંજે સાડા સાત કલાકે મહાઆરતીનુ પણ આયોજન કરવામા આવ્યું છે. ભાવિકો માટે પ્રસાદનુ આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...