તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લામા આજે પણ મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આજે પણ મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા. રાજુલા પંથકમા અઢી ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી થઇ ગયુ હતુ. તો ખાંભામા બે ઇંચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. જાફરાબાદમા એક ઇંચ અને સાવરકુંડલામા પોણો ઇંચ વરસાદ થયો હતો. રાજુલા પંથકમા આજ સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. અહી જોતજોતામા અઢી ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમા ચારે તરફ પાણી ભરાયા હતા. આ વિસ્તારની નદીઓ ફરી એકવાર ભારે પુર આવ્યુ હતુ. અહીના ખેડૂતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવુ ઇચ્છી રહ્યાં છે. કારણ કે સામાન્ય કરતા વધુ વરસાદ પડી ગયો હોય હવે પાકને નુકશાન થઇ રહ્યું છે. બીજી તરફ ખાંભા પંથકમા પણ બેથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ થયો છે. ખાંભામા બે ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા. પીપળીયા, તાતણીયા, ધાવડીયા, રાયડી, ડેડાણ વિગેરે ગામમા ભારે વરસાદ થયો હતો. ગીરકાંઠાના ગામોમા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. ડેડાણની શાળાની બાજુમા પાણી ભરાયા હતા. ખાંભા, નાગેશ્રી હાઇવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો. આવી જ રીતે સાવરકુંડલામા પોણો ઇંચ અને જાફરાબાદમા એક ઇંચ વરસાદ થયો હતો. જયારે અમરેલીમા 2મીમી, ધારીમા 6મીમી, લીલીયામા 3મીમી વરસાદ ઝાપટા સ્વરૂપે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...