તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી મહા શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં ભવનાથ ખાતે યોજાનાર મહા શિવરાત્રી કુંભ મેળાનો 26 ફેબ્રુઆરીનાં સંતોના નગર પ્રવેશ સાથે શરૂઆત થશે. ભુતનાથ મંદિર ખાતેથી બપોરનાં સંતોના નગર પ્રવેશની શરૂઆત થશે. જ્યારે 27 માર્ચનાં રોજ રાજ્યપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થશે. આ તકે ઋષિપૂજન, ભવનાથ પ્રવેશદ્વારનું લોકાર્પણ, 51 લાખ રૂદ્રાક્ષનાં શિવલીંગનું પૂજન, લેસર શો તેમજ રાત્રીનાં સ્થાનિક તેમજ જાણીતા કલાકાર દ્વારા સંતવાણીના કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 4 માર્ચ સુધી યોજાનાર શિવરાત્રી મેળામાં ડમરૂયાત્રા, લેસર શો, 1 થી 3 માર્ચ સુધી ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે મેળાનાં અંતિમ દિવસ 4 માર્ચે રાત્રીનાં સાધુ-સંતોની રવેડી નિકળશે. આ વર્ષે મહાશિવરાત્રી મેળાને કુંભમેળો જાહરે કર્યો હોય મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય તેને લઇને તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

7 ઋષિઓનું સન્માન કરાશે |27 ફેબ્રુઆરીએ રાજ્યપાલની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થશે સાથે ભવનાથ મહાદેવને અભિષેક, દેવી દેવતાઓનું પૂજન તેમજ ભવનાથક્ષેત્રનાં 7 ઋષિઓનું પૂજન કરી ચાદર ઓઢાડી સન્માન કરવામાં આવશે.

એસટી દ્વારા 375 બસ દોડાવાશે |કુંભ મેળા માટે એસટી દ્વારા 50 મીની બસ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી દોડાવાશે. જેનું ભાડું 20 રૂપિયા રાખવામાં આવશે. જ્યારે અન્ય શહેરો માટે 225 બસ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર વિભાગની 100 બસ મળી કુલ 375 બસ દોડાવવામાં આવશેે. આ બસ સેવાનો 27 ફેબ્રુઆરીનાં સવારનાં 10:30 કલાકે એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે.

મેળામાં પ્રથમ વખત 1100 ડમરૂ સાથેની યાત્રા
શિવરાત્રી મેળામાં પ્રથમ વખત ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીએ ભુતનાથથી ભવનાથ સુધીની ડમરૂ યાત્રા યોજાશે. જેમાં રૂદ્રનાં 11 અવતાર અનુરૂપ 1100 ડમરૂ સાથેની યાત્રા યોજાશે. જેમાં સાધુ-સંતો ભષ્માલેપ સાથે જોડાશે.

ભવનાથ પ્રવેશદ્વારમાં મૂર્તિ મૂકાશે
27 ફેબ્રુઆરીએ ભવનાથનાં પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ પ્રવેશદ્વારમાં ભગવાન દત્તાત્રેય, અંબાજી માતા તેમજ અન્ય દેવી દેવતાઓની મુર્તિનું સ્થાપન કરવામાં આવશે.

રૂદ્રાક્ષનાં શિવલીંગનું વિસર્જન કરાશે
ભવનાથ ખાતે 51 ફૂટ ઉંચા 51 લાખ રૂદ્રાક્ષથી શિવલીંગ બનાવવામાં આવ્યું છે જેના દર્શન માટે ભાવિકો ઉમટી પડશે.જોકે, આ શિવલીંગ કાયમી માટે નહી રહે પરંતુ મેળા બાદ શિવલીંગનું વિસર્જન કરવામાં આવશે. શિવલીંગને લઇ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો