તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીયાનાં શહેરીજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા એક તાલુકા કક્ષાનુ શહેર છે. અહીના 37 ગામડાઓમાં લોકોને પાણી માટે ઉંચી ટાંકી બનાવી આપવામાં આવી છે. પણ લીલીયામાં પાલિકા તંત્રની આળસના પગલે શહેરની જનતાને પાણી માટે વલખા મારવા પડે છે. આખા શહેરમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ઉંચી ટાંકી જ પાલિકા તંત્રએ બનાવી નથી.

ત્યારે લોકોને પારાવાર પડતી મુશ્કેલીથી શહેરમાં પાલિકા તંત્ર વહેલી તકે ઉચી પાણીની ટાંકી બનાવે તેવી માંગ કરી છે.

લીલીયા 12 હજાર વસ્તી ધરાવતું શહેર છે. અહીયા તંત્ર દ્વારા 45 બોર પાણી માટે બનાવવામાં આવ્યા છે. પણ પાણીના સંગ્રહ માટે ઉંચી ટાંકી બનાવવામાં આવી નથી. આ તમામ બોરમાં ઈલેક્ટ્રીક મોટર મુકવામાં આવી છે. તેનાથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. પણ તે પાણી માત્ર નિચાણવાળા વિસ્તારમા જ મળે છે.

ઉંચાણવાળા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. જેના પગલે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.

લીલીયા તાલુકાના 37 ગામડાઓમાં પાણીના સંગ્રહ માટે ઉંચી ટાંકીઓ બનાવવામાં આવી છે. પણ લીલીયા શહેરમાં પાલિકા તંત્રએ પાણીના સંગ્રહ માટે મોટી ઉંચી ટાંકી બનાવી જ નથી. જેને લઇને લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર શહેરને પુરતું અને સમયસર પાણી મળી રહે એ માટે શહેરમાં ઉંચી ટાંકી બનાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...