તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠી નજીક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં મહિલાનંુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી તાબાના જાનબાઇ દેરી ગામ પાસે માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કારને અકસ્માત થતા મહિલાનુ મોત નિપજયું હતુ. જયારે જોલાપર નજીક બાઇક સ્લીપ થતા ચાલકને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અકસ્માતની પ્રથમ ઘટના લાઠીના જાનબાઇ દેરડી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર રહેતા જમનાદાસભાઇ જીવણભાઇ ભારદીયા પોતાની કાર નંબર જીજે 04 6670 લઇ અહીથી પસાર થતા હતા ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કારને અકસ્માત નડયો હતો. જેને પગલે અનસુયાબેનને ગંભીર ઇજા થતા તેનુ મોત નિપજયું હતુ. જયારે જમનાદાસભાઇને પણ માથાના ભાગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે પીએસઆઇ પી.એન.મોરી તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અકસ્માતની અન્ય એક ઘટના જોલાપરના પાટીયા પાસે મહુવા રાજુલા માર્ગ પર બની હતી.

અહી મહુવાના વાંગર ગામે રહેતા દિલીપભાઇ ભગતભાઇ સોરઠીયા (ઉ.વ.35) પોતાનુ બાઇક લઇને રાજુલા કટલેરી ખરીદી કરવા જતા હતા ત્યારે બાઇક પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતા તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.બી.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...