પથ્થર ઉદ્યોગો સાથે જોડાયેલા વેપારીઓ અને મજુરોને રાહત

પ્રતિનિધિ મંડળ દ્વારા પૂર્વ ધારાસભ્ય સોલંકીને રજુઆત કરાઇ હતી

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:55 AM
Rajula News - latest rajula news 035510
રાજુલાના શાન સમાન પત્થર ઉદ્યોગમા પાછલા ઘણા સમયથી મજુરો અનેકવિધ પ્રશ્નોથી મુંઝવણ અનુભવી રહ્યાં છે. આ અંગે સરકારમા પણ રજુઆતો કરવામા આવી હતી. જેને પગલે પત્થર ઉદ્યોગને સ્પેશ્યલ કવોટામા સમાવાતા મજુરો અને ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે.

રાજુલા પત્થરોનુ શહેર છે. અહીના પત્થરો દેશ વિદેશમા જાણીતા છે. અહી પત્થરની ખાણો આવેલી છે. અહી મજુરો પત્થરો કાઢી ઇમારતો બાંધવામા ઉપયોગ કરવામા આવે છે. અહીના પત્થરને લુણો લાગતો નથી. અહીનો આ ઉદ્યોગ મજુરો માટે સોના સમાન છે. જો કે પાછલા ઘણા સમયથી અનેકવિધ પ્રશ્નોના કારણે આ ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે મજુરો પણ પરેશાની વેઠી રહ્યાં હતા. જીતુભાઇ ખાંભલા, રાજેશભાઇ ઝાંખરા, શાહ સહિતના પ્રતિનિધી મંડળે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી સમક્ષ રજુઆતો કરવામા આવી હતી. જેમા આ ઉદ્યોગ સામાન્ય ખનન રોયલ્ટીની બહાર છે તેમ છતા અહી પત્થરોના વાહનો રોકવામા આવે છે. આ પત્થર ઉદ્યોગથી મજુરો પોતાનુ ગુજરાન ચલાવે છે. ત્યારે આવી હેરાનગતિ બંધ કરવા રજુઆત કરવામા આવી હતી. ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગમા વિવિધ જોગવાઇઓમાથી બાકાત કરી છુટછાટ અપાતા મજુરોમા આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી.

X
Rajula News - latest rajula news 035510
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App