જાફરાબાદની બાબરકોટ ગ્રામ પંચાયતના નવા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Jafrabad News - latest jafrabad news 024137
જાફરાબાદ | જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગ્રામપંચાયતના ઓફિસનું અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનાં યુનિટ હેડ વિજય એકરેની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું. આ તકે જાફરાબાદ તાલુકાના મામલતદાર ચૌહાણભાઈ ,તાલુકા વિકાસ અધિકારી વાઢેરભાઈ, ગામના સરપંચ જનકભાઈ, તલાટી રાઠવાભાઈ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મામલતદારે અલ્ટ્રાટેક કોમ્મુનિટી વેલફેર ફાઉન્ડેશન અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ગામમાં બનાવવામાં આવેલા સી.સી.રોડ, ગટર વ્યવસ્થા,એમ્બ્યુલન્સ વગેરેની સુવિધાને બિરદાવી હતી. આ તકે ગામના આગેવાનોએ ગામમાં હળીમળીને કામગીરી કરવા એકસુર પુર્યો હતો.તસ્વીર-કે.ડી.વરૂ

રાજુલામાં આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ

X
Jafrabad News - latest jafrabad news 024137
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી